અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે માવઠાની આગાહી- ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ

By | March 6, 2023

ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ : હાલમાં વાતાવરણને લઈ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું આ મહિનામાં અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે.

ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ
ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ

ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ

જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4 થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

જો ગુજરાતના વાતાવરણને જોઈએ તો આજકાલ અનોખું હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડે તો કેટલાંક જગ્યાએ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. તો વળી ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાનું એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલે કહ્યું છે કે અન્નદાતાઓ માટે ચિંતાનો વિષય છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે.

અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે માવઠાની આગાહી

ઠંડી અને ગરમીના વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, માવઠાંની તીવ્રતા ઓછી હશે એવી શક્યતા વ્યક્ત કરતાં લોકોમાં હાશકારો પણ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે.

For More Information Visit Now . . .

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
  • અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
  • માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *