ભારતનું બંધારણ ઉપયોગી સવાલો

By | September 12, 2022

ભારતનું બંધારણ ઉપયોગી સવાલો : હાલના સમયમાં સરકારી નોકરીઓની જાહેરાતો આવે છે જેમાં લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભારતના બંધારણમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાલો જોઈએ પ્રશ્નોનું લીસ્ટ.

ભારતનું બંધારણ ઉપયોગી સવાલો

પોસ્ટ નામભારતનું બંધારણ ઉપયોગી સવાલો
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયભારતનું બંધારણ

ભારતનું બંધારણ MCQ PDF

ભારતનું બંધારણ ઉપયોગી સવાલો : ચાલો તો આપડે જોઈએ ભારતનું બંધારણ ઉપયોગી સવાલો જે નીચે મુજબ આપેલ છે.

 • “ભારતનું બંધારણ તો ભારતીયો જ ઘડશે” તેવું કોણે કહ્યું છે? : ગાંધીજી
 • કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલનો મુસદ્દો ક્યારે તૈયાર થયો? : 1923
 • નહેરૂ રિપોર્ટ ક્યારે તૈયાર થયું? : 10 ઑગસ્ટ, 1928
 • બંધારણની “બ્લુ પ્રિન્ટ” કોને કહેવાય છે? : નહેરૂ રિપોર્ટ
 • સૌપ્રથમ વખત બંધારણની માંગણી ક્યારે થઈ? : 1934
 • સૌપ્રથમ વખત બ્રિટન સરકારે બંધારણસભાની માંગણી ક્યારે સ્વીકારી? : 1940ના ઑગસ્ટ પ્રસ્તાવ
 • ક્રિપ્સમિશન અંતરગત કેટલા બ્રિટીશ અધિકારીઓ ભારત આવ્યા હતા? : 3 અધિકારી
 • લોર્ડ વેવલેએ સરકાર દ્વારા બંધારણસભાની રચનાની વિચારણાની જાહેરાત ક્યારે કરી? : 19 સપ્ટેમ્બર, 1945
 • ક્યાં મિશનને આધારે બંધારણસભાની રચના કરવામાં આવી? : કેબિનેટ મિશન
 • બંધારણસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 292
 • દેશી રજવાડાઓમાંથી કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 93
 • કમિશ્નર એરીયામાંથી કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 4
 • કુલ કેટલા સભ્યોની નિયુક્તિ થઈ? : 389
 • જુલાઈ-ઑગસ્ટ 1946ની ચૂંટણી મુંજબ કેટલા સભ્યો હતાં? : 296
 • મુસ્લિમલીંગના કેટલા સભ્યો હતાં? : 8
 • કઈ યોજના અંતરગત બંધારણસભાના સભ્યોની સંખ્યા 289માંથી 299 થઈ? : માઉન્ટ બેટન યોજના

ભારતનું બંધારણ ઉપયોગી સવાલો લિસ્ટ

 1. માઉન્ટ બેટન યોજના બાદ બ્રિટીશ પ્રાંતોમાંથી કેટલા સભ્યો હતાં ? : 229
 2. માઉન્ટ બેટન યોજના બાદ દેશી રજવાડામાંથી કેટલા સભ્યો હતાં? : 70
 3. બંધારણસભામાં ક્યા બ્રિટીશ પ્રાંતોના સભ્યો સૌથી વધારે હતાં? : સંયુક્ત પ્રાંત – 55 સભ્યો
 4. બંધારણસભામાં ક્યા દેશી રજવાડાના સભ્યો સૌથી વધારે હતાં? : મૈસુર – 7 સભ્યો
 5. બંધારણસભાની પહેલી બેઠક ક્યારે મળી? : 9 ડિસેમ્બર, 1946
 6. બંધારણસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતાં (કાર્યકારી)? : ડૉ. સચિદાનંદ ચિન્હા (9, ડિસેમ્બર, 1946ના રોજ)
 7. બંધારણસભાના સૌપ્રથમ અધ્યક કોણ હતાં (સ્થાઈ)? : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (11, ડિસેમ્બર, 1946ના રોજ નિમણૂંક)
 8. “ઉદ્દેશ્ય પ્રસ્તાવ” ક્યારે અને કોના દ્વારા રજુ કરવામાં આવ્યો? : 13 ડિસેમ્બર, 1946 – જવાહરલાલ નહેરૂ દ્વારા
 9. બંધારણસભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? : 26 નવેમ્બર, 1949
 10. ક્યા દિવસને કાયદા દિવસની ઉજવણી કરવામાં આવે છે? : 26 નવેમ્બર
 11. બંધારણનું ક્યા નિયમો તરત જ અમલમાં આવ્યા (26 નવેમ્બરે)? : નાગરિક્તા, ચૂંટણી, વચગાળાની સંસદ
 12. સંપૂર્ણ બંધારણનો અમલ ક્યારે થયો? : 26 જાન્યુઆરી, 1950
 13. મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતાં? : 395
 14. હાલ બંધારણમાં કેટલા અનુચ્છેદો છે? : 468
 15. મૂળ બંધારણમાં કેટલી અનુસુચિઓ હતી? : 8
 16. હાલ બંધારણમાં કેટલી અનુસુચિઓ છે? : 12
 17. બંધારણસભા દ્વારા કેટલા સમયગાળામાં બંધારણ તૈયાર કરવામાં આવ્યું? : 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ
 18. બંધારણ ઘડવા માટે કેટલા દેશોના બંધારણનો ઉપયોગ થયો હતો? : 60 જેટલા
 19. બંધારણ ઘડવા માટે કુલ કેટલો ખર્ચ થયો હતો? : 64 લાખ
 20. વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ કોનું છે? : ભારત
 21. ક્યાં દેશના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી? : ઈઝરાયલ અને ઈંગ્લેંડ
 22. ભારતના બંધારણમાં કઈ બાબતનું મિશ્રણ છે? : નમ્યતા – અનમ્યતા
 23. ક્યા દિવસે બંધારણસભા દ્વારા બંધારણ પર બિજી વાર હસ્તાક્ષર કરવામાં આવ્યાં? : 24 જાન્યુઆરી, 1950
 24. બંધારણસભામાં કુલ કેટલી સમિતિઓ હતી? : 24 સમિતિ
 25. બંધારણસભાની સૌથી અગત્યની ગણાતી સમિતિ જણવો? : પ્રારૂપ / મુસદ્દા / ખરડા સમિતિ
 26. ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતાં? : 1 અધ્યક્ષ + 6 સભ્યો
 27. કામચલાઉ સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
 28. મૂળભૂત અધિકરણ અને અલ્પસંખ્યક સમિતિના સભ્ય કોણ હતાં? : સરદાર પટેલ
 29. સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર
 30. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતાં? : જે. બી. કૃપલાણી
 31. પ્રારૂપ સમિતિમાં એન. માધવરાય ક્યા સભ્યના સ્થાને સભ્ય સ્થાન લીધું? : બી. એલ. મિત્તર
 32. ડી. પી. ખેતાને ક્યાં સભ્યના સ્થાને સભ્યપદ લીધુ? : ટી. ટી. કૃષ્ણામાચારી
 33. બંધારણસભામાં બંધારણનું વાંચન કેટલી વાર થયું? : ત્રણ વાર
 34. બંધારણનું પ્રથમ વાંચન ક્યારે થયું? : 4 નવેમ્બર, 1948 થી 9 નવેમ્બર, 1948
 35. બંધારણનું બીજુ વાંચન ક્યારે થયું? : 15 નવેમ્બર,1948 થી 17 નવેમ્બર, 1949
 36. બંધારણનું ત્રીજું વાંચન ક્યારે થયું? : 14 નવેમ્બર, 1949 થી 26 નવેમ્બર, 1949
 37. મૂળભૂત અધિકારો કોની પાસેથી લીધા? : અમેરિકા
 38. ઉપરાષ્ટ્રપતિ પદ કોની પાસેથી લીધું? : અમેરિકા
 39. રાષ્ટ્રપતિ પદ કોની પાસેથી લીધું? : અમેરિકા
 40. એકલ નાગરિક્તા કોની પાસેથી લીધું? : બ્રિટન
 41. રાષ્ટ્રપતિ બંધારણીય વડા પદ કોની પાસે લીધું? : બ્રિટન
 42. સમાનતા, બંધુત્વ, સ્વતંત્રતા, ગણતંત્ર કોની પાસેથી લીધું? : ફ્રાન્સ
 43. મૂળભૂત ફરજો કોની પાસેથી લીધી? : રશિયા
 44. કટોકટીની જોગવાઈ કોની પાસેથી લીધી? : જર્મની
 45. આમુખનો ખ્યાલ કોની પાસેથી લીધો : આર્યલેન્ડ
 46. બંધારણમાં સુધારાની જોગવાઈ કોની પાસેથી લીધી? : સાઉથ આફ્રિકા
 47. સંઘાત્મક વ્યવસ્થા ક્યાંથી લીધી? : ભારત શાસન અધિનિયમ – 1935
 48. રાજ્યપાલનો પદાધિકાર કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935
 49. ન્યાયપાલિકાની શક્તિઓ કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935
 50. સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠક કોની પાસેથી લીધું? : ઓસ્ટ્રેલિયા
 51. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા કોની પાસેથી લીધું? : આર્યલેન્ડ
 52. પંચવર્ષિય યોજના કોની પાસેથી લીધું? : રશિયા
 53. કેંદ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂંક પદ કોની પાસેથી લીધું? : કેનેડા
 54. રાજ્યસભાનાં સભ્યોની ચૂંટણી કોની પાસેથી લીધું? : સાઉથ આફ્રિકા
 55. કેંદ્ર અને રાજ્ય સંબંધો કોની પાસેથી લીધું? : ઓસ્ટ્રેલિયા
 56. રાજનીતિની આધારભૂત સંરચના કોની પાસેથી લીધું? : ભારત શાસન અધિનિયમ – 1935
 57. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ પદ કોની પાસેથી લીધુ? : અમેરિકા
 58. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ક્યો છે? : તિરંગો / ત્રિરંગો
 59. રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈ જણાવો? : 2:3
 60. કેસરી રંગ શાનું પ્રતિક છે? : શક્તિનું
 61. સફેદ રંગ શાનું પ્રતિક છે? : શાંતિનું
 62. લીલો રંગ શાનું પ્રતિક છે? : સમૃધ્ધિનું
 63. વચ્ચે આવેલા ચક્રનો રંગ કેવો છે? : વાદળી
 64. ચક્રમાં કેટલા આરા છે? : 24
 65. મેડમ ભીખાયજી કામા દ્વારા તિરંગો ક્ય ફરકાવવામાં આવ્યો હતો? : સ્ટેટ ગાર્ડન(ઈંગ્લેન્ડ)
 66. બંધારણસભા દ્વારા રાષ્ટ્રાધ્વજની ડિઝાઈન નક્કી કરવા માટે કઈ સમિતિ રચાઈ? : ઝંડા સમિતિ
 67. ઝંડા સમિતિના અધ્યક્ષકોણ હતાં? : જે.બી. કૃપલાણી
 68. સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઈન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? : પિંગલી વેકૈયા
 69. રાષ્ટ્રીયધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? : 22 જુલાઈ, 1947
 70. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે કયું સંહિતા બનાવવામાં આવ્યું છે? : ભારતીય ધ્વજ સંહિતા, 2002
 71. જવાહરલાલ નહેરૂ દ્વારા ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ક્યારે અને ક્યા ફરકાવવામાં આવ્યો હતો? : રાવી નદીના કિનારે – 31 ડિસેમ્બર, 1929
 72. કેટલી સાઈઝના તિરંગા હોય છે? : 9
 73. આપણું રાષ્ટ્રીય ચિહ્ન ક્યું છે? : ચાર સિંહોની કૃતિ
 74. રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? : વારાસણીમાં આવેલ સારનાથના અશોકના સિંહ સ્તંભમાંથી
 75. મૂળ સ્તંભમાં કેટલા સિંહ છે? : 4
 76. કેટલા સિંહ દ્રશ્યમાન છે? : 3
 77. રાષ્ટ્રચિહ્નની નિચેની બાજુએ ક્યાં ચિહ્નનો સમાવેશ થાય છે? : હાથી, ઘોડો, સાંઢ અને વચ્ચે ચક્ર
 78. “સત્યમેવ જયતે” ક્યાંથી લેવામાં આવ્યું છે? : મુંડુંકોપનિષદ
 79. “સત્યમેવ જયતે”નો અર્થ જણાવો? : સત્યનો વિજય થાય છે
 80. “સત્યમેવ જયતે” કઈ લીપિમાં લખાયેલ છે? : દેવનાગરી લીપિ
 81. રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે થયો? : 26 જાન્યુઆરી, 1950
 82. આપણું રાષ્ટ્રગાન કયું છે? : જન ગણ મન
 83. રાષ્ટ્રગાનના રચિયિતા કોણ છે? : રવિન્દ્રનાથ ટગોર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ ની પ્રશ્નોત્તરી

: આ પણ વાંચો :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *