દિવાળી વેકેશન તારીખ 2022, વાંચો પરિપત્ર

By | October 13, 2022

દિવાળી વેકેશન તારીખ 2022 || શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે : શાળાઓમાં દિવાળી વેકેશન” નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૧/૨૦૨૨ સુધી કુલ– ૨૧ દિવસનું નિયત કરવામાં આવે છે.

દિવાળી વેકેશન તારીખ 2022

ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.

દિવાળી વેકેશન 2022-23

દિવાળી વેકેશન 2022 તારીખ જાહેર : ઉક્ત બાબતે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલન રહીને સુચવ્યા મુજબ વેકેશન તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક / માધ્યમિક બંને શાળાઓના બાળકોને વેકેશન તારીખ એક જ સરખી રહી શકે. જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળના તમામ શાળાઓને કરવાની રહેશે.

ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ જાતનો ઘટાડો કરવામાં આવશે નહિ. ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા માટે જુન થી સપ્ટેમ્બરનો સુધીનો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાક્રમ રહેશે. ધોરણ 9 અને 11ની દ્રિતીય પરીક્ષા માટે જુન થી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અભ્યાસક્રમ અને ઓક્ટોબર થી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70% અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ઉપરોક્ત તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20 થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ.

દિવાળી વેકેશન
દિવાળી વેકેશન

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

દિવાળી વેકેશન શરૂતા.૨૦/૧૦/૨૦૨૨
દિવાળી વેકેશન પૂર્ણતા.૦૯/૧૧/૨૦૨૨

મહત્વપૂર્ણ લિંક

દિવાળી વેકેશન ૨૦૨૨-૨૩ પરિપત્રઅહીંથી વાંચો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીંથી જોડાઓ
Gujarat Times Jobs હોમ પેજ અહીં ક્લિક કરો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *