ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ અને જવાબ

By | September 16, 2022

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ : હાલના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતો વર્ગ ઘણો છે. સરકારી ભરતીમાં લેખિત પરીક્ષા હોય છે જેમાં ગુજરાતનો ઈતિહાસ એક વિષય તરીકે હોય છે જેના ઘણા સવાલો પુછાય છે તો આપડે ગુજરાતના ઈતિહાસને લગતા કેટલા ક સવાલ જવાબની ચર્ચા આ આર્ટીકલ દરમિયાન કરવાના છીએ.

ગુજરાતનો ઇતિહાસ ઉપયોગી સવાલ જવાબ

પોસ્ટ નામગુજરાતનો ઇતિહાસ ઉપયોગી Quiz
પોસ્ટ પ્રકારજનરલ નોલેજ
વિષયગુજરાતનો ઈતિહાસ

ગુજરાતનો ઈતિહાસ ના MCQ અને PDF

ગુજરાતનો ઈતિહાસ IMP સવાલ-જવાબ

નોંધ :- પ્રશ્નમાં આ પ્રકારના “–>” એરા પછી તે પ્રશ્નનો જવાબ દર્શાવવામાં આવ્યો છે.

 1. વિશ્વના સૌપ્રથમ ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા? –> રૈયાલી
 2. સ્વસ્તિક(સાથિયો)એ કઈ સંસ્કૃતિની ભેટ છે? –> સિંધુખીણની સંસ્કૃતિ
 3. સિંધુખીણની સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ ક્યુ નગર મળી આવ્યું? –> રંગપુર(સુરેન્દ્રનગર)
 4. રંગપુર કઈ નદીના કિનારેથી મળી આવેલ છે? –> ભાદર
 5. લોથલ શહેર ક્યાંથી મળી આવ્યું છે? –> ધોળકા તાલુકો (સરગવાલા ગામ પાસે)
 6. લોથલનો અર્થ શો થાય છે? –> મરેલાનો ટેકરો કે ટીંબા
 7. ભારતમાં આવેલું સૌથી મોટું સિંધુખીણની સંસ્કૃતિનુંનગર જણાવો? –> ધોળાવીરા
 8. રોજડી(શ્રીનાથગઢ) કઈ નદીના કિનારેથી મળી આવ્યું છે? –> ભાદર
 9. ગુજરાતના ક્યાં પ્રદેશને “આનર્ત” તરીકે ઓળખતા? –> સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત
 10. ચાણક્ય દ્વારા શેની રચના કરવામાં આવી હતી? –> અર્થશાસ્ત્ર
 11. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કર્યું હતું? –> પુષ્પગુપ્ત
 12. સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યા આવેલો છે? –> જૂનાગઢ
 13. અશોકનો શિલાલેખ કઈ ભાષામાં હતો? –> બ્રાહ્મી લીપી, પાલી ભાષા
 14. સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? –> ચંદ્રપાલિ
 15. મૈત્રકવંશની રાજધાની કઈ હતી? –> વલ્લભી(વલ્લભીપુર)
 16. ક્યા રાજાની “ધર્માંદિત્ય” તરીકે ઓળખવામાં આવે છે? –> શિલાદિત્ય – 1
 17. ક્યા રાજાના સમયમાં ચિની યાત્રાળુ હ્યું-એન-ત્યાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી? –> ધ્રુવસેન – 2
 18. પાટણમાં પંચાસર પાર્શ્ચનાથનું દેરાસર ક્યા રાજાના સમયમાં બંધાયું છે? –> વનરાજ ચાવડા
 19. ચાવડાવંશનો છેલ્લો રાજા કોણ હતો? –> સામંતસિંહ ચાવડા
 20. ક્યાં રાજાના સમયમાં “ગુજ્જર પ્રદેશ” પરથી ગુજરાત નામ મળ્યુ તેવું માનવામાં આવે છે? –> મૂળરાજ સોલંકી – 1
 21. રૂદ્રમહાલ બનાવવાનું કામ ક્યા રાજાના સમયમાં શરૂ થયુ હતું? –> મૂળરાજ સોલંકી-1
 22. મહમૂદ ગઝનવીએ ક્યાં રાજાના સમયમાં સોમનાથ લુંટ્યું? –> ભીમદેવ – 1 (7જાન્યુઆરી,1026)
 23. મોઢેરાના સૂર્યમંદિરની રચના ક્યા રાજાના સમયમાં થઈ? –> ભીમદેવ પ્રથમ
 24. રાણકીવાવ કોણે બંધાવી હતી? –> રાણી ઉદયમતી
 25. મલાવ તળાવ ક્યાં આવેલું છે? –> ધોળકા
 26. મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? –> મિનળદેવ
 27. રૂદ્રમહાલ બનાવવાનું કાર્ય ક્યા રાજાના સમયમાં પૂર્ણ થયું હતું? –> સિદ્ધરાજ જયસિંહ
 28. સહસ્ત્રલીંગ તળાવ ક્યાં આવેલું છે? –> પાટણ
 29. ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે? –> કુમારપાળ
 30. પાટણમાં પટોળાની શરૂઆત કોના સમયમાં થઈ? –> કુમારપાળ
 31. કયો રાજા પોતાને “અભિનવ સિદ્ધરાજ” તરીકે ઓળખાવતો હતો? –> ભીમદેવ – 2
 32. સોલંકીવંશનો છેલ્લો રાજા કોણ હતો? –> ત્રિભુવનપાળ
 33. દેલવાડાના દેરા ક્યા આવેલા છે? –> આબુમાં
 34. છેલ્લો હિંદુ રાજા કોણ હતો? –> કર્ણદેવ વાઘેલા
 35. છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? –> કર્ણદેવ વાઘેલા
 36. દિલ્લી સલ્તનતયુગ દરમિયાન પ્રથમ મુસ્લિમ સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? –> અલપખાન
 37. કોણે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ પર ભાવ નિયમન કર્યું? –> અલાઉદ્દીન ખિલજી
 38. જોતપુર શહેર કોણે વિકસાવ્યું હતું? –> ફિરોજશાહ તુઘલક
 39. ઝફરખાને કયું નામ ધારણ કર્યું હતું? –> મુઝફરશાહ – 1
 40. અહમદશાહના ગુરુનું નામ શું હતું? –> શેખ અહમદ ખટુંગંજ
 41. “ઓજે કુતુબ” અને “નગીના વાડી”ની સ્થાપના કોને કરી હતી? –> કુતુબુદ્દીન અહેમદશાહ
 42. મહેમૂદ બેગડાનું મૂળનામ શું? –> ફતેહખાન
 43. રાણી રૂડાદેવીએ કોની યાદમાં અડાલજની વાવ બંધાવી? –> વિરસંગ વાઘેલા
 44. દાદા હરિની વાવ કોના સમયમાં બંધાઈ? –> મહેમૂદ બેગડા
 45. મહેમૂદ બેગડાએ જૂનાગઢને કયું નામ આપેલું? –> મુસ્તુફાબાદ
 46. ભમરીયો કુવો કઈ નદી કિનારે આવેલો છે? –> વાત્રક
 47. ગુજરાતના અકબર તરીકે કોણ ઓળખાય છે? –> મહેમૂદ બેગડો
 48. મુઝફ્ફરશાહ – 2નું મુળનામ જણાવો. –> ખલીલખાન
 49. હુમાયુ સામેના યુદ્ધ દરમિયાન ખલીલખાનને ક્યાં પોર્ટુગલ ગવર્નરે મદદ કરી હતી? –> નિનો-ડી-કુન્હા
 50. “બાગ-એ-ફીરદોસ” અને “બાગ-એ-શબાનાં”ની સ્થાપના કોણે કરી હતી? –> મહેમૂદ બેગડો
 51. ગુજરાતમાં પ્રથમ મુગલ સૂબો કોણ હતો? –> મિર્ઝા આઝીઝ કોકા(ખાન આઝમ)
 52. અકબરે સૌપ્રથમ ક્યાં દરિયો જોયો? –> ખંભાત
 53. ગુજરાત વિજયની યાદમાં અકબરે શાનું નિર્માણ કરાવ્યું? –> બુલંદ દરવાજા
 54. જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું? –> સલીમ
 55. નૂરજહાંનું મૂળનામ શું હતું? –> મેહરુન્નુસા
 56. જહાગીરે અમદાવાદને કેવું શહેર કહેલું? –> ગર્દાબાદ(ધૂળીયું શહેર)
 57. કેપ્ટન હોકિંગ્સ ક્યાં જહાજમાં બેઠીને સુરત બંદરે આવ્યો? –> હેકટન
 58. અંગ્રેજોએ સૌપ્રથમ વેપારી કોઠી ક્યારે અને ક્યા સ્થાપી? –> ઈ.સ.૧૬૧૩, સુરત
 59. કોના સમયમાં અમદાવાદમાં “શાહીબાગ” અને “મોતી મહેલ” બંધાવ્યો? –> શાહજહાં
 60. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? –> દાહોદ (ગુજરાત)
 61. કોના સમયમાં સુરત “મક્કાનું પ્રવેશ દ્વાર” ગણાતું? –> ઔરંગઝેબ
 62. ઔરંગઝેબના સમયમાં શિવાજીએ ક્યારે સુરત લુંટ્યું? –> ૧૬૬૪ અને ૧૬૭૦
 63. મરાઠાયુગના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? –> દામાજીરાવ ગાયકવાડ
 64. વેલેસ્ડેની સહાયકારી યોજનાનો સ્વીકાર ક્યા ગાયકવાડ રાજાએ કર્યો હતો? –> મલ્હારરાવ ગાયકવાડ
 65. M.S.Universityની સ્થાપનાર કોણે કરી? –> સયાજીરાવ ગાયકવાડ

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો

લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *