જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ
જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ : જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ: આજે લેવાનારી જુનિયર કલાર્કની પરીક્ષા રદ, પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 રદ્દ
જાહેરાત ક્રમાંક | ૧૨/૨૦૨૧-૨૨ |
પોસ્ટ ટાઈટલ | જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ |
પોસ્ટ નામ | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
કુલ જગ્યા | 1185 |
29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.
જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.
રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે
જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |