PM Svanidhi Yojana : How To Get Government Loan? કોરોના મહામારીને કારણે દેશના ગરીબ વર્ગને ઘણું નુકસાન થયું છે અને લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેમાં મોટો હિસ્સો સ્ટ્રીટ વેન્ડર્સના લોકોનો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી વખત લોકડાઉનનો આશરો લીધો છે. આવી સ્થિતિમાં દરરોજ કમાઈને ખાતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે.

M Svanidhi Yojana
આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓને મદદ કરવા અને તેમને ફરીથી તેમનું કામ શરૂ કરવા માટે ‘પીએમ સ્વાનિધિ યોજના’ (PM Svanidhi Yojana) શરૂ કરી છે. આ યોજના માટે સરકાર રસ્તાની બાજુની દુકાનના માલિકો અને નાના વેપારીઓને 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડે છે.
આ પણ ખાસ વાંચો :
કોઈપણ ગેરન્ટી વગર મળે છે લોન
‘પીએમ સ્વાનિધિ યોજના’ હેઠળ મળેલી લોનમાં કોઈપણ પ્રકારની લોન ગેરંટીની જરૂર નથી પડતી. આ કોલેટરલ ફ્રી લોન (Collateral Free Loan) છે એટલે કે ગેરંટી વિના મફત બિઝનેસ લોન. આવી સ્થિતિમાં એ સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક ફાયદાની યોજના સાબિત થઈ રહી છે. સ્ટ્રીટ વેન્ડર્સ તેમનો બિઝનેસ વધારવા માટે આ લોન વારંવાર લઈ શકે છે. તમને પહેલીવાર 10,000 રૂપિયાની લોન મળે છે. આ લોની ચુકવણી તમે દર મહિને કરી શકો છો.
લોનની ચુકવણી માટે મળે છે આટલો સમય
આપને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન ચૂકવવા માટે પૂરતો સમય મળે છે. એકવાર તમે લોન લો, તમે તેને 12 મહિનામાં એટલે કે 1 વર્ષમાં ચૂકવી શકો છો. જો તમે ઈચ્છો તો આ લોન તમે દર મહિને હપ્તામાં ચૂકવી શકો છો. તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.
આ પણ ખાસ વાંચો :
પીએમ સ્વનિધિ યોજનાની અરજીની પ્રોસેસ
- આ યોજના માટે તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈ અરજી કરી શકો છો
- તમે બેંકમાં જઈ પીએમ સ્વનિધિ યોજનાનો ફોર્મ ભરી શકો છો
- તેની સાથે આધારની ઝેરોક્ષ આપવાની રહેશે
- તેના પછી બેંક તમારી લોનને એપ્રૂવ કરી દેશે
- તમને હપ્તામાં લોનના રૂપિયા મળી જશે
લોન લેવા માટે અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીથી જોઈન થાવ |
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
- આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
- અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
- માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.