આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લીસ્ટ 2023 : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના પરિવારોને લાભ મળશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી પાત્રતા નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લીસ્ટ 2023
આયુષ્યમાન કાર્ડ એટલે મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના આયુષ્યમાન ભારતનું કાર્ડ. આયુષ્યમાન ભારત યોજનાના બે ભાગ છે. તેમાંથી પહેલો હિસ્સો એક આરોગ્ય વીમા યોજના છે જેને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત-PMJAY) કહેવાય છે. બીજી છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યોજના.

આ યોજના હેઠળ ગરીબ પરિવારના દરેક સભ્યનું એક આયુષ્યમાન કાર્ડ બને છે. હૉસ્પિટલમાં દાખલ થવું પડે તો આ કાર્ડની મદદથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં થાય છે, દેશની કુલ વસતીના 40 ટકા લોકોને આ યોજના હેઠળ મેડિકલ વીમા કવર મળે છે તેવું માનવામાં આવે છે. તેના હેઠળ દેશભરમાં 20,000થી વધારે હૉસ્પિટલો અને 1000થી વધારે બીમારીઓની સારવાર મફતમાં કરાવી શકાય છે.
આયુષ્માન ભારત યોજના લાભ
PMAY આયુષ્માન ભારત યોજના : જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 કરોડથી વધુ પરિવારોને લાભ મળશે.
- તમારા મોબાઇલ નંબરથી લોગ ઇન કરીને જાણો કે તમારો પરિવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામેલ છે કે નહીં.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઈ અરજી કરવાની જરૂર નથી.
- જો તમારો પરિવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની યાદીમાં સામેલ છે, તો તમે સૂચિબદ્ધ કોઈપણ હોસ્પિટલમાં તબીબી સારવાર માટે પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
આયુષ્માન ભારત યોજના કાર્ડ કઈ રીતે મેળવી શકાય?
જો તમે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા તમારી પાત્રતા તપાસવી પડશે. આ કામ ખૂબ જ સરળ છે અને ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે. તમારા મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરીને, તમે જાણી શકો છો કે તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવવામાં આવેલ છે કે નહીં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઇ અરજી કરવાની જરૂર નથી.
જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
આ 4 સરળ સ્ટેપથી જાણો
- સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
- અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.
- ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.
- આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં તમારું નામ ચેક કરો ઓનલાઈન
- પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
- હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
- લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
- નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
સંપૂર્ણ માહિતી | અહીંથી વાંચો |
સરકારી હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
તમારું નામ ચેક | અહીંથી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.pmjay.gov.in/ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીથી જોઈન થાવ |
લેખન સંપાદન : GujaratTimesJobs team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ GujaratTimesJobs.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.